Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:17 pm

LATEST NEWS
Lifestyle

મારા અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો : પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, સુસાઇડ નોટ વાંચી રડી પડશો

Facebook
Twitter
WhatsApp
Email

મારા અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો : પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, સુસાઇડ નોટ વાંચી રડી પડશો

દેશભરમાં હાલ મહિલાઓ માટે બનાવવામાં આવેલા કાયદાના દુરૂપયોગ અને કોર્ટમાં લાંબા સમય સુધી ચાલી રહેલા કેસ તેમજ તારીખ પર તારીખ વાળી સિસ્ટમ ખૂબ જ ચર્ચામાં છે. કારણકે, કાયદા અને વ્યવસ્થાની આ ખામીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હકીકતમાં, અતુલ સુભાષ નામના વ્યક્તિએ 40 પાનાની સુસાઇડ નોટ લખી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. જેનાથી તેની માનસિક પીડાનો અંદાજો લગાવી શકાય છે.યુવકે પોતાની પત્નીના ત્રાસ, જૂઠા કેસ અને કોર્ટમાં તારીખ પર તારીખથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે.

શું હતી સમગ્ર ઘટના? 

કર્ણાટકના બેંગલુરુના રહેવાસી અતુલ સુભાષના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી તો બધું બરાબર ચાલ્યું, પછી નિકિતા અચાનક બેંગલુરુથી પાછી જૌનપુર જતી રહી. તેણે પોતાના પતિ અતુલ અને સાસરીવાળાની સામે દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાનો કેસ કરી દીધો.

સાસરિયાઓ પર પણ લગાવ્યો આરોપ

અતુલ સુભાષે પોતાની આત્મહત્યા પહેલાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું કે, ‘મારી મોત માટે મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ અને કાકાજી સસરા સુશીલ સિંઘાનિયા જવાબદાર છે. પૈસા પડાવવા માટે મારી પત્ની અને સાસરીવાળાઓએ કાવતરૂ ઘડ્યું. તેના પરિવારે મને જૂઠા કેસમાં ફસાવી દીધો. મારી અને મારા પરિવારની જિંદગી બર્બાદ કરી દીધી.’

2 વર્ષમાં 120 તારીખ

પોતાના વીડિયોમાં અતુલે જણાવ્યું કે, ‘અત્યાર સુધી 120 કેસની તારીખ આપવામાં આવી છે અને 40 વાર ખુદ હું બેંગલુરુથી જૌનપુર જઈ આવ્યો છું. આ સિવાય મારા માતા-પિતા અને ભાઈને પણ કોર્ટના ધક્કા ખાવા પડી રહ્યાં છે. આ વાત જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગની તારીખે તો કોર્ટમાં કંઈ થતું જ નથી. ક્યારેક જજ નથી હોતા અને ક્યારેક હડતાળ હોય છે. સુનાવણી દરમિયાન કોઈપણ પક્ષનો વકીલ આગળની તારીખની ડિમાન્ડ કરી શકે છે. મને વર્ષમાં ફક્ત 23 રજા જ મળે છે અને હવે હું આ સિસ્ટમથી થાકી ગયો છું.’

નીચલી અદાલતથી હાઈકોર્ટ સુધી ચાલ્યો કેસ

અતુલે સુસાઇડ નોટમાં લખ્યું કે, નિકિતા સિંઘાનિયાએ 6 કેસ લોઅર કોર્ટ અને ત્રણ હાઈકોર્ટમાં કર્યા છે. નિકિતાએ તેના માતા-પિતા અને ભાઈ ઉપર હત્યા, હત્યાનો પ્રયાસ, અપ્રાકૃતિક સમાગમ, ઘરેલુ હિંસા, દહેજ લેવાનો ખોટો આરોપ લગાવ્યો છે. આ આરોપોમાં એવી ધારાઓ છે, જેમાં જામીન મળવી પણ મુશ્કેલ છે. પત્નીએ એક કેસમાં આરોપ લગાવ્યો કે, 2019માં મારા પરિવારે 10 લાખ રૂપિયા દહેજ માંગ્યું, આ ઝટકાથી તેના પિતાની મોત થઈ ગઈ. ક્રોસ એગ્ઝામિનેશનમાં સાબિત થયું છે કે, નિકિતાના પિતાને હ્રદયની બીમારી હતી અને તેના કારણે તેમની મોત થઈ હતી. તેમની બીમારીના કારણે જ અમારા લગ્નની પણ ઉતાવળ કરવામાં આવી હતી.

વિચિત્ર ડિમાન્ડ કરતી હતી : અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો : પત્નીના ત્રાસથી પતિનો આપઘાત

વીડિયોમાં અતુલના દાવા અનુસાર, ‘2022માં નિકિતાએ અતુલના પરિવાર પર કેસ કરી દીધો હતો. મૃત્યુ પહેલાં અતુલે પોતાના લગ્ન જીવન વિશે જણાવ્યું કે, મારી પત્ની શારીરિક સંતોષ માટે પણ વિચિત્ર માગ કરતી હતી. આ કારણે હું તેનાથી અંતર રાખતો. મારી પત્નીએ છૂટાછેડા બદલે દર મહિને બે લાખ રૂપિયાના ભરણપોષણની માગ કરી. તેણે બાળકોને પણ દૂર રાખ્યા અને મને તેમને ક્યારેય મળવા પણ ન દીધો.’

ન્યાયાધીશ પર લગાવ્યા ગંભીર આરોપ : અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો : પત્નીના ત્રાસથી પતિનો આપઘાત

જૌનપુરની પ્રિન્સિપલ ફેમિલી કોર્ટના ન્યાયાધીશ પર આરોપ લગાવતા અતુલે કહ્યું કે, તેમની કોર્ટમાં તારીખ માટે કારકૂનને લાંચ આપવી પડતી હતી. ન્યાયાધીશે મારા પર ત્રણ કરોડ રૂપિયાના ભરણપોષણનું દબાણ બનાવ્યું. સાથે જ ડિસેમ્બર, 2024માં કેસ સેટલ કરવા માટે પાંચ લાખ રૂપિયા માંગ્યા. જ્યારે મેં કહ્યું કે, મારી પત્ની મને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી રહી છે, ત્યારે ન્યાયાધીશ હસવા લાગ્યા. 2022માં કારકૂને પહેલાં ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતાં. જ્યારે મેં લાંચ ન આપી તો ભરણપોષણનો ઓર્ડર આપી દીધો, જેમાં દર મહિને 80 હજાર રૂપિયા આપવાના હતાં.

મારી અસ્થિને કોર્ટ સામે ગટરમાં ફેંકી દેજો : અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો : પત્નીના ત્રાસથી પતિનો આપઘાત

આ સાથે જ અતુલે ન્યાયતંત્રને પોતાના માતા-પિતાને હેરાન ન કરવાની અપીલ કરી છે. પત્ની માટે છેલ્લો સંદેશો આપતા કહ્યું કે, મારા બાળકોને સારા સંસ્કાર સાથે ઉછેર થાય તે માટે મારા માતા-પિતાને આપી દે. મારા ભાઈને સૂચના આપુ છું કે, કેમેરા વિના મારી પત્ની અને સાસરીમાંથી કોઈને ન મળતો. મારી અસ્થિનું વિસર્જન ત્યારે જ કરજો જ્યારે હેરાન કરનારને સજા મળી જાય. જો ન્યાય ન મળે તો મારી મોત બાદ મારી અસ્થિ કોર્ટની સામે ગટરમાં ફેંકી દેજો.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment