Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:01 pm

LATEST NEWS
Lifestyle

૨૦૨૪ માં ગૂગલ પર ભારતીયોએ સૌથી વધુ આઈ.પી.એલ. સર્ચ કર્યું , ફિલ્મોમાં ‘સ્ત્રી-૨’ ટોચે, જુઓ યાદી

Facebook
Twitter
WhatsApp
Email

૨૦૨૪ માં ગૂગલ પર ભારતીયોએ સૌથી વધુ આઈ.પી.એલ. સર્ચ કર્યું , ફિલ્મોમાં ‘સ્ત્રી-૨’ ટોચે, જુઓ યાદી

જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વિશે જાણવા માંગીએ છીએ અથવા તેનો અર્થ જાણવો ત્યારે આપણને ગૂગલની યાદ આવે છે. ગૂગલે 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આ યાદી દર્શાવે છે કે આ વર્ષે ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું છે. જેમાં મનોરંજન, રમતગમતથી લઈને વર્તમાન પ્રસંગો અને રોજિંદા જીવનની અનેક પ્રકારની વસ્તુઓ સર્ચ કરવામાં આવી હતી. જેમાં IPL, બોલિવૂડ ફિલ્મો અને ગીતોનો સમાવેશ થાય છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (ILP) અને T20 વર્લ્ડ કપ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વિષયો રહ્યા છે. આ વર્ષે ઘણા લોકોનું ધ્યાન ચૂંટણીના પરિણામો પર પણ હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી અને “ઇલેક્શન રિઝલ્ટ 2024” ત્રીજા અને ચોથા નંબરના સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા શબ્દો છે. 2024માં યોજાનારી આગામી ઓલિમ્પિક પણ ટોપ-5માં સામેલ રહી છે, જેણે પણ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.

ભારતીયો ક્રિકેટ અને રાજકારણમાં ઊંડો રસ ધરાવે

ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), T20 વર્લ્ડ કપ અને ભાજપ 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા કીવર્ડ્સમાં સામેલ છે જે દર્શાવે છે કે ભારતીયો ક્રિકેટ અને રાજકારણમાં ઊંડો રસ ધરાવે છે.

ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલાં 12 અને 18 મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ કીવર્ડ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. ભારતમાં યુઝર્સે T20 વર્લ્ડ કપ પણ ગૂગલ કર્યું, જેણે ભારતમાં 2024ના ઓવરઓલ ગૂગલ સર્ચ ડેટામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાજકારણમાં સૌથી વધુ સર્ચ કરાયેલો કીવર્ડ “ભારતીય જનતા પાર્ટી”

રાજકારણમાં સૌથી વધુ સર્ચ કરાયેલો કીવર્ડ “ભારતીય જનતા પાર્ટી” હતો, જેની ગૂગલ પર 2થી 8 જૂનની વચ્ચે વધુ સર્ચ કરવામાં આવ્યો હતો, તે લગભગ 4 તારીખની આસપાસ (4 જૂન) જ્યારે સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા હતા. “ઇલેક્શન રિઝલ્ટ 2024” અન્ય સંબંધિત કીવર્ડ છે જે આ વર્ષે ગૂગલ સર્ચ પર હાવી રહ્યો હતો અને ચોથા સ્થાન પર રહ્યો છે.

આ વર્ષે પેરિસ ઓલિમ્પિક 2024, પ્રો કબડ્ડી લીગ અને ઇન્ડિયન સુપર લીગને લઈને પણ ઘણું સર્ચ થયું છે. જે દર્શાવે છે કે ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો પ્રત્યે પણ ભારતીયોનો રસ વધી રહ્યો છે.

ફેમસ પર્સનાલિટીની વાત કરીએ તો રતન ટાટાને પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. રતન ટાટાનું ઑક્ટોબરમાં 86 વર્ષની વયે નિધન થઈ ગયું હતું, જેના કારણે ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ-10 કીવર્ડ્સ લિસ્ટ:

1. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)

2. T20 વર્લ્ડ કપ

3. ભારતીય જનતા પાર્ટી

4. ઇલેક્શન રિઝલ્ટ 2024

5.ઓલિમ્પિક્સ 2024

6. એક્સેસિવ હીટ

7. રતન ટાટા

8. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

9. પ્રો કબડ્ડી લીગ

10. ઇન્ડિયન સુપર લીગ

ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી 10 ફિલ્મો:

1. સ્ત્રી 2

2. કલ્કિ 2898 એડી

3. 12મી ફેલ

4. લાપતા લેડીઝ

5. હનુમાન

6. મહારાજા

7. મંજુમલ બોયઝ

8. ધ ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઇમ

9. સાલર

10. આવેશમ

ફિલ્મો ઉપરાંત ઘણી લોકપ્રિય વેબ સિરીઝ અને ટીવી શો પણ સર્ચ કરવામાં આવ્યા હતા જેમાં હીરામંડી, મિર્ઝાપુર, ધ લાસ્ટ ઓફ અસ, બિગ બોસ 17 અને પંચાયત સામેલ છે.

2024માં સૌથી વધુ સર્ચ કરાયેલા લોકો:

1. વિનેશ ફોગાટ

2. નીતિશ કુમાર

3. ચિરાગ પાસવાન

4. હાર્દિક પંડ્યા

5. પવન કલ્યાણ

6. શશાંક સિંહ

7. પૂનમ પાંડે

8. રાધિકા મર્ચન્ટ

9. અભિષેક શર્મા

10. લક્ષ્ય સેન

2024માં સૌથી વધુ સર્ચ કરાયેલા પ્રવાસન સ્થળો:

1. અઝરબૈજાન

2. બાલી

3. મનાલી

4. કઝાકિસ્તાન

5. જયપુર

6. જ્યોર્જિયા

7. મલેશિયા

8. અયોધ્યા

9. કાશ્મીર

10. સાઉથ ગોવા

2024માં સૌથી વધુ સર્ચ કરાયેલા સવાલો:

1. ઓલ આઈઝ ઓન રાફાહનો અર્થ

2. અકાયનો અર્થ

3. સર્વાઇકલ કેન્સરનો અર્થ

4. તવાયફનો અર્થ

5. ડિમ્યુરનો અર્થ

6. પૂકીનો અર્થ

7. સ્ટેમ્પીડનો અર્થ

8. મોયે મોયેનો અર્થ

9. કોનસેક્રેશનનો અર્થ

10. ગુડ ફ્રાઈડેનો અર્થ

ગૂગલે ‘Hum to Search’ નામનું એક નવું ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ ગુનગુનાવીને ગીતો સર્ચ કરી શકશે. લોકો આ ફીચરનો ઉપયોગ કરીને નાદાનિયાં, હુસ્ન, ઈલુમિનાટી, કાચી સેરા અને યે તુને ક્યા કિયા જેવા ગીતો સર્ચ કરી રહ્યા છે.

આ ઉપરાંત આ વર્ષે જુલાઈમાં અબજોપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કરનાર રાધિકા મર્ચન્ટ ભારતમાં સૌથી વધુ ગુગલ સર્ચ કરાયેલા લોકોમાંથી એક છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં ભારતના ટોચના રાજકીય નેતાઓ, બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસ લીડર્સે સામેલ થયા હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment