Explore

Search
Close this search box.

Search

December 14, 2024 4:27 pm

LATEST NEWS
Lifestyle

અમદાવાદ પોલીસનો વિડીયો અમે શુટ કર્યો છે, તે ડીલીટ કરો ‘નહીતર જોઇ લઇશું’

Facebook
Twitter
WhatsApp
Email

અમદાવાદ પોલીસનો વિડીયો અમે શુટ કર્યો છે, તે ડીલીટ કરો ‘નહીતર જોઇ લઇશું’

અમદાવાદ પોલીસ સતત લોકોની સેવામાં કાર્યરત છે.

ક્રાઇમ રેટ વધતા ગત અમુક દિવસથી અમદાવાદમાં પોલીસે જનતાને કાયદાનું પાલન કરવા કડકાઈ કરવાની ફરજ પડી છે.

લોકોમાં આક્રોશ છતા પોલીસ અડધી રાતે પણ આ કામકાજ મજબૂતાઈથી કરી રહી છે.

જોકે આ પોલીસની કાર્યવાહીના નામે અમુક લોકો પોતાની વાહવાહી કરતા નજરે ચઢ્યા છે.

અમદાવાદમાં સોશિયલ મીડિયામાં પોતાને કિંગપિંગ માનીને બેઠેલા એક પેજે પોલીસ માટે શૂટ કરેલ એક વીડિયો બાબતે સોશિયલ મીડિયામાં ખુલ્લી દાદાગીરી કરતા મામલો હવે CP ઓફિસ સુધી પહોંચ્યો છે.

અમેઝીંગ અમદાવાદના ઇસ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પેજના સંચાલકોએ અન્ય ઇન્સ્ટાગ્રામ પેજના સંચાલકોને અમદાવાદ પોલીસના પેજ પરથી ડાઉનલોડ કરેલો વિડીયો ડીલિટ કરવાના કડકાઈ ભરેલા આદેશ સાથે સ્ટ્રાઇક મારીને પેજ બંધ કરાવવાની ધમકી આપવાનું કહીને પોલીસના નામે દાદાગીરી કરી હોવાની  વિગતો સામે આવી છે.

આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ બાબતને ગંભીરતાથી લઇને તપાસના આદેશ આપ્યા છે.

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં એક યુવક ઇન્સ્ટાગ્રામ પર એક ખ્યાતનામ સેવાકીય પેજ ધરાવે છે.

તેમાં અમદાવાદમાં બનતી સામાજિક, સાહસિક, ક્રાઇમ સહિતની ઘટનાઓના વિડીયોને અપલોડ કરે છે.

આ પેજ પર અમદાવાદ પોલીસની ગઈકાલની જુહાપુરાની કામગીરી દર્શાવતો અમદાવાદ પોલીસના ઓફિશીયલ પેજ પર અપલોડ થયેલ એક વિડીયોને ડાઉનલોડ કરીને એડિટ કરીને તેના પેજ પર અપલોડ કર્યો છે.

આ ઉપરાંત, અમદાવાદમાં ઘણા સોશિયલ મિડીયા પર પોલીસનો આ વિડીયો અપલોડ કરવામાં આવે છે.

અમદાવાદ અને અમદાવાદ પોલીસને પોતાના તાબા હેઠળનું માનીને બેઠેલા આ પેજે ઠક્કરનગરના યુવકે પોતાના ઈન્સ્ટા પર અપલોડ કરેલા પોલીસના વીડિયો ડિલિટ કર નહિ તો બધુ બંધ કરાઈ દઈશ તેવી ધમકી આપી છે.

થોડા દિવસ પણ અમદાવાદ સિધુભવન રોડ પર પોલીસે એક કારને રોકવાનો પ્રયાસ કર્યો અને કારચાલક ફરાર થઇ ગયો હતો.

જેને અંતે પોલીસને ઝડપી લીધો હતો. આ વિડીયો અમદાવાદ પોલીસના ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ થયો હતો.

ત્યાર બાદ અન્ય ઇન્સ્ટાગ્રામો પેજ પર પણ આ વિડીયો અપલોડ કરાયો હતો.

જોકે આ વિડીયો અપલોડ થતા અમેઝીંગ અમદાવાદ નામના ઇન્સ્ટાગ્રામ પેજના સંચાલક અને અમદાવાદ પોલીસનું સોશિયલ મીડિયા પોતાનું માનીને બેઠેકા માલિકો વતી પૂજા નામની યુવતીએ કોલ કરીને શહેરમાં મોટી લીડ ધરાવતા ઇન્સ્ટાગ્રામ પેજના સંચાલકોને અડધી એક બાદ એક ફોન કરીને સ્ટ્રાઇક આપવાની ખુલ્લી ધમકી આપીને વીડિયો ડીલીટ કરાવ્યો હતો.

જ્યારે અન્ય નાના એકાઉન્ટમાં તો સ્ટ્રાઇક આપીને બંધ કરાવવાના પ્રયાસ કર્યા હતા.

વાત કરીએ તાજેતરની તો ગુરૂવારે રાત્રે સેક્ટર-1 એડીશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને જુહાપુરા વિસ્તારમાં મેગા કોમ્બીંગ હાથ ધર્યું હતું.

આ કામગીરીનો વિડીયો અમદાવાદ પોલીસે પોતાના ઓફિશીયલ પેજ પર અપલોડ કર્યો હતો અને ત્યારબાદ પોલીસની કામગીરીને દર્શાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવતા અન્ય લોકોએ ડાઉનલોડ કરીને અપલોડ કર્યો હતો.

ત્યારે ફરીથી અમેઝીંગ અમદાવાદમાંથી પુજા નામની યુવતીએ એક યુવકને ફોન કરીને ધમકી આપી હતી કે અમદાવાદ પોલીસ માટે અમારી ટીમ દ્વારા વિડીયો શુટ કરીને અમદાવાદ પોલીસ માટે અપલોડ કરાયો છે.

જેથી આ વિડીયો ડીલીટ કરી દો નહીતર સ્ટ્રાઇક મારી દઈશું અને હવે પછી ફોન નહી કરીએ, સીધી સ્ટ્રાઈક મારીને પેજ ડાઉન કરવાની ધમકી આપી હતી.

યુવકે અમદાવાદ પોલીસનું પેજ પબ્લિક છે તેવી રજૂઆત કરતા સામે તોછડાઇથી જવાબ આપ્યો કે એ બધું અમારૂં જ છે.

સામાન્ય નજરે અને કાયદાની રૂએ જોઈએ તો અમદાવાદ પોલીસ લોકોની સેવા માટે જ છે.

પોલીસનું ઇન્સ્ટાગ્રામ પેજ પબ્લિકલી છે અને તેના વિડીયો કોઇ વ્યક્તિ પોલીસની હકારાત્મક બાબતને હાઇલાઇટ  કરવા માટે લઈ પોતાના FB, Insta પેજ કે Whats App કે ગમે ત્યાં અપલોડ કરી શકે છે.

તેમ છતાંય, અન્ય પેજના સંચાલકે ધમકી અપતા સમગ્ર  મામલો પોલીસ કમિશનર જી એસ મલિક અને સેક્ટર-1 એડીશન પોલીસ કમિશનર નીરજ બડગુજર સુધી પહોંચ્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીએ આ પ્રકારની વર્તણૂક અને દાદાગીરી સામે તપાસના આદેશ આપ્યા છે.

આ ઉપરાંત, અમેઝીંગ અમદાવાદના સંચાલક અને તેના વતી ફોન કરીને ધમકી આપનાર યુવતી સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવવા તપાસના ઘોડા છોડ્યા છે.

સાથેસાથે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવશે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment