Aarti Machhi, Bharuch : નર્મદા કિનારે હજારો મંદિરો આવેલા છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીના કિનારે અનેક આશ્રમો અને મંદિરો આવેલા છે. આ મંદિરોમાં ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં આવતી હોવાની અનેક માન્યતા છે.
હાંસોટ તાલુકાના કતપોર ગામની સીમમાં પ્રાચીન વરૂડી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. લોક વાયક મુજબ અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાંથી વરૂડી ખોડિયાર માતા પદયાત્રા ખેડી કતપોર ગામની સીમમાં આવ્યા હોવા સાથે નર્મદા નદીના સંગમ સ્થાન ખાતે સ્થાપિત થયા છે.
માતાજીના મંદિરે માઈ ભક્તોના દુઃખ, દર્દ દૂર થતાં હોવાની માન્યતા
વરૂડી ખોડિયાર માતાજીના મંદિરે ભક્તોના દુઃખ, દર્દ દૂર થતાં હોવાની માન્યતા છે. હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતા હોવાનું પણ જાણવા મળ્યું છે. દર રવિવાર,મંગળવાર અને ગુરુવારે માતાજી દર્શન માત્રથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે.
દર્શન માત્રથી નિઃસંતાનને સંતાન સુખ પ્રાપ્ત થાય છે
માતાજીના દર્શન કરી નિઃસંતાનને સંતાન સુખ પ્રાપ્ત થતું હોવા સાથે ધંધા રોજગાર માટે આવતા માઈ ભક્તોની માનતા પણ પૂર્ણ થતી હોવાથી હજારો સંખ્યમાં માઈ ભક્તો ઉમટી પડે છે.
ખોડિયાર જયંતિ વિવિધ કાર્યક્રમોમાં ઘોડાપૂર ઉમટે છે
દર ખોડિયાર જયંતીના રોજ હજારો માઈ ભક્તો આ સ્થળે દર્શન માટે ઉમટે છે ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી માતાજીના આશીર્વાદ મેળવે છે .જ્યારે મંદિરના આયોજકો દ્વારા હજારો માઈ ભક્તો માટે ભંડારો કરી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે.
News18ગુજરાતી
ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.દૂર દૂરથી માઈ ભક્તો આવતા હોવાથી મંદિર ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે અને ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર