Aarti Machhi, Bharuch: નર્મદાની નદી બનવાની રસપ્રદ દંતકથા છે કે, તેનો જન્મ ભગવાન શિવના પરસેવાથી 12 વર્ષની છોકરીના રૂપમાં થયો હતો. પછી જિંદગીએ એવો વળાંક લીધો કે પ્રેમમાં છેતરાઈ અને તે ઉલટી દિશામાં વહેવા લાગી.
નર્મદા નદી વિશે કહેવાય છે કે, તે રાજા મૈખલની પુત્રી હતી. રાજા મૈખલએ નર્મદા લગ્ન માટે લાયક થતા તેના લગ્નની જાહેરાત કરી હતી. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિ ગુલબાકાવલીનું ફૂલ લાવશે. રાજકુમારીના લગ્ન તેની સાથે કરવામાં આવશે. આ પછી ઘણા રાજકુમારો આવ્યા પરંતુ કોઈ પણ રાજાની શરત પૂરી કરી શક્યા નહીં. ત્યારે જ રાજકુમાર સોનભદ્રએ રાજાની ગુલબાકાવલી ફૂલની શરત પૂરી કરી. આ પછી નર્મદા અને સોનભદ્રના લગ્ન નક્કી થયા. ત્યારે રાજકુમારીએ તેમને ઓછામાં ઓછું એકવાર જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
આ માટે તેણે તેની મિત્ર જુહિલાને તેનો સંદેશો સાથે રાજકુમાર પાસે મોકલ્યો. પણ ઘણો સમય વીતી ગયો અને જુહિલા પાછી ન આવી. આ પછી રાજકુમારીને ચિંતા થવા લાગી અને તે તેની શોધમાં લાગી. પછી તે સોનભદ્ર પહોંચી અને ત્યાં જુહિલાને તેની સાથે જોઈને નર્મદાને ખૂબ ગુસ્સો આવ્યો. આ પછી જ તેણીએ જીવનભર કુંવારી રહેવાની પ્રતિજ્ઞા લીધી અને વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. કહેવાય છે કે, ત્યારથી નર્મદા અરબી સમુદ્રમાં ભળી ગઈ. અન્ય નદીઓની વાત કરીએ તો બધી નદીઓ બંગાળની ખાડીમાં મળે છે.
નર્મદા નદીના પ્રેમની અન્ય એક રસપ્રદ વાર્તા
નર્મદાના પ્રેમની બીજી એક વાર્તા છે કે, સોનભદ્ર અને નર્મદા અમરકંટકની પહાડીઓમાં સાથે મોટા થયા હતા. કિશોરાવસ્થામાં બંને વચ્ચે પ્રેમ થયો. ત્યારબાદ સોનભદ્રના જીવનમાં જુહિલા આવી અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. જ્યારે નર્મદાને આ વાતની ખબર પડી ત્યારે તેણે સોનભદ્રને ખૂબ સમજાવ્યો પણ તે રાજી ન થયો. અંતે નર્મદા ગુસ્સે થઈને વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી અને જીવનભર કુંવારી રહેવાની પ્રતિજ્ઞા લીધી.
નર્મદા નદીના વિપરીત પ્રવાહનું ભૌગોલિક કારણનર્મદા નદીના વિપરીત પ્રવાહનું ભૌગોલિક કારણ રિફ્ટ વેલીનો ઢોળાવ વિરુદ્ધ દિશામાં છે. આ કારણે નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને તે અરબી સમુદ્રમાં મળે છે. અન્ય તમામ નદીઓથી વિપરીત નર્મદા નદીના ઉલટા વહેણ પાછળ પણ પુરાણોમાં ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે.
ભૌગોલિક સ્થાન પર પણ નજર કરીએ તો ખબર પડે છે કે નર્મદા નદી સોનભદ્ર નદીથી એક ચોક્કસ બિંદુએ અલગ થાય છે. આજે પણ આ નદી અન્ય નદીઓથી વિરુદ્ધ દિશામાં વહે છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર