Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં રહેતા સન્મુખભાઈ ઠાકોરભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેતરમાં કેળના પાક બાદ જમીનની ફેરબદલી માટે વિવિધ પાકનું વાવેતર કરે છે. ખેડૂતે ખેતરમાં જ કોબીજના છોડ ઉગાડી જાતે પાણી આપી છોડને મોટા કરી ખેતરમાં વાવેતર કર્યું છે. ખેડૂતે 14 હજારથી વધુ કોબીચના છોડ ઉગાડી તેના પોષણ માટે શરૂઆતમાં એક થેલી યુરિયા અને સલ્ફર ભેળવી આપ્યું છે.
માત્ર 60થી 65 દિવસમાં કોબીજનો પાક તૈયાર થઈ જાય છે
60થી 65 દિવસના કોબીચના પાક માટે ખાસ જહેમત ઉઠાવવી પડતી નથી. પરંતુ સમયાંતરે દવાનો છંટકાવ કરવો પડે છે. જેનાથી જીવાતો સામે રક્ષણ મેળવી શકાય છે. 65 દિવસ બાદ તેનું ઉત્પાદન ખૂબ મોટી માત્રામાં મેળવી શકાય છે.
માર્કેટમાં મણના 120થી વધુનો ભાવ મળતો હોવાથી ખેડૂતો ખુશ
કોબીચના 20 કિલોના 120થી વધુ રૂપિયા મળે છે. જેનાથી ખેડૂતને આર્થિક ફાયદો થાય છે. 10 હજારના ખર્ચ પાછળ ખેડૂતને 25થી 30 હજારની આવક થતી હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતનો કોબીજનો પાક ખેતરમાં જ વેચાણ થઈ જતો હોવાનું નજરે પડ્યું
બે મહિનાનો રોકડીયો પાક હોવાથી ખેડૂત તેના પર વધુ ધ્યાન આપે છે. સાથે તેઓએ ઉત્પાદન મેળવેલ પાકને માર્કેટ સુધી પહોંચાડવાની ખાસ જરૂર નથી પડતી. આ કોબીજ સ્થાનિક નાના વેપારીઓ ખેતરમાં જ લેવા માટે આવી જતા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.
News18ગુજરાતી
કોબીજની ખેતી ઓછી ખર્ચાળ અને વધુ ઉત્પાદન આપતી ખેતી હોવા સાથે દેશી કોબીચ ખાવામાં મીઠી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. નર્મદા નદીના કિનારાના વિસ્તારમાં આવેલ મંગલેશ્વર ગામની સીમમાં કોબીજની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતે કેળાના પાક બાદ જમીનમાં કોબીચની ખેતી કરી છે. અને આ ખેતી સફળ રહી હોવાનું ખેડૂતે જણાવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર