ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટના જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહી છે. છેલ્લાં 2 વર્ષથી રાજકોટ એઇમ્સમાં 50 બેડની સુવિધા સાથે OPD સેવા કાર્યરત છે. જેમાં 3 દર્દીથી શરૂ થયેલી OPD આજે રોજના 500થી 600 દર્દીની સારવાર કરે છે. અહીંયાં સારવાર લેવા આવતા દર્દીઓ પણ કહે છે કે, ખાનગી હોસ્પિટલ કરતાં પણ સારી સુવિધા માત્ર 10 રૂપિયામાં મળી રહે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એઇમ્સમાં 250 બેડની મલ્ટિસ્પેશિલિટી સુવિધા સાથે IPD સેવા પણ તૈયાર છે. જેને ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.
Courtesy DB News.
Rajkot